ડિજિટલ ડિપ્રેશન
ડિજિટલ ડિપ્રેશન શું આ મારું ડિજિટલ ડિપ્રેશન છે? ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ વ્યક્તિને ડિપ્રેસન તરફ દોરી જાય છે. શું લોકો ઈન્ટરનેટને લીધે ડિપ્રેસ થયા છે. સંશોધકોએ આવી રીતે ડિપ્રેસ થયેલા લોકોનો એક અલગ વર્ગ શોધી કાઢ્યો છે જેને સામાન્ય રીતે “ઈન્ટરનેટ એડિક્ટર્સ” કહે છે. જે લોકો કામમાં વ્યસ્ત છે અને ઈન્ટરનેટનું વ્યસન ધરાવે છે તેમના માટે ઈન્ટરનેટ પર વીતાવવામાં આવતા સમયને અંકુશમાં લાવવો ખૂબ જ મુશ્કેલ બને છે. તેઓએ ઈન્ટરનેટ પર પસાર કરેલ સમય તેમના રોજિંદા જીવન પર, સામાજિક જીવન પર ખરાબ અસર કરે છે. ઈન્ટરનેટ વાપરતા વ્યક્તિઓને બે જૂથમાં વહેંચી શકાય છે. ૧. સામાન્ય લોકો (જે જરૂરિયાત મુજબનો સમય ઈન્ટરનેટ પર વીતાવે છે. જેને ‘કેઝ્યુઅલ ઈન્ટરનેટ યુઝર્સ’ અથવા ઈન્ટરનેટના સામાન્ય વપરાશકારો પણ કહેવાય છે.) ૨. ઈન્ટરનેટના વ્યસની લોકો (જે જરૂરિયાત કરતા વધારે સમય ઈન્ટરનેટ પર વિતાવે છે.) જે લોકો ઈન્ટરનેટ વ્યસની છે તેઓ સામાન્ય ઈન્ટરનેટ ઉપયોગકર્તા કરતાં વધારે સમય ઓનલાઈન વીતાવતા હોવાથી સામાન્ય લોકોથી ક્યાંય વધુ, તીવ્ર ડિપ્રેશન ધરાવે છે. ઈન્ટરનેટના વ્યસની લોકો સામાન્ય રીતે નીચે મુજબ પોતાનો...