ડિજિટલ ડિપ્રેશન
ડિજિટલ ડિપ્રેશન
શું આ મારું ડિજિટલ ડિપ્રેશન છે?

જે લોકો કામમાં વ્યસ્ત છે અને ઈન્ટરનેટનું વ્યસન ધરાવે છે તેમના માટે ઈન્ટરનેટ પર વીતાવવામાં આવતા સમયને અંકુશમાં લાવવો ખૂબ જ મુશ્કેલ બને છે. તેઓએ ઈન્ટરનેટ પર પસાર કરેલ સમય તેમના રોજિંદા જીવન પર, સામાજિક જીવન પર ખરાબ અસર કરે છે.
ઈન્ટરનેટ વાપરતા વ્યક્તિઓને બે જૂથમાં વહેંચી શકાય છે.
૧. સામાન્ય લોકો (જે જરૂરિયાત મુજબનો સમય ઈન્ટરનેટ પર વીતાવે છે. જેને ‘કેઝ્યુઅલ ઈન્ટરનેટ યુઝર્સ’ અથવા ઈન્ટરનેટના સામાન્ય વપરાશકારો પણ કહેવાય છે.)
૨. ઈન્ટરનેટના વ્યસની લોકો (જે જરૂરિયાત કરતા વધારે સમય ઈન્ટરનેટ પર વિતાવે છે.)
જે લોકો ઈન્ટરનેટ વ્યસની છે તેઓ સામાન્ય ઈન્ટરનેટ ઉપયોગકર્તા કરતાં વધારે સમય ઓનલાઈન વીતાવતા હોવાથી સામાન્ય લોકોથી ક્યાંય વધુ, તીવ્ર ડિપ્રેશન ધરાવે છે. ઈન્ટરનેટના વ્યસની લોકો સામાન્ય રીતે નીચે મુજબ પોતાનો સમય ખર્ચે છે.
૧. જાતીય સામગ્રી
૨. ઓનલાઇન ખરીદી
૩. ઓનલાઇન ગેમિંગ
૪. સોશ્યિલ મીડિયા
૫. ઓનલાઇન ડેટિંગ
૬. પોર્નોગ્રાફી વિગેરે વિગેરે…
૨. ઓનલાઇન ખરીદી
૩. ઓનલાઇન ગેમિંગ
૪. સોશ્યિલ મીડિયા
૫. ઓનલાઇન ડેટિંગ
૬. પોર્નોગ્રાફી વિગેરે વિગેરે…
એક અભ્યાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે “જે લોકો સામાજિક અસંતોષ ધરાવે છે, એવા લોકો સામાન્ય રીતે ઈન્ટરનેટ પર નવા સંબંધો અને આશ્વાસન શોધતા જોવા મળ્યા છે”
મેં અનુભવેલી એક વાત અહીં વહેંચુ છું. હમણાં જ્યારે મેં ફેસબુક લોગિન કર્યું ત્યારે મેં રાજકારણને લગતી અમુક પોસ્ટ્સ વાંચી. એમાંની એક પોસ્ટ એવી હતી જેને ૧૪૫૭ લાઇક્સ અને ૫૯૮ કૉમેન્ટ્સ મળી હતી અને એ વધવામાં હતી. જ્યારે મેં અમુક કોમેન્ટ્સ વાંચી તો મને થયું કે આ લોકો તો સીધી લડાઈ જ કરે છે અને એ એક જ શહેરના કે ગામના લોકો છે. તે લોકો અલગ અલગ પાર્ટીઓ સાથે કદાચ જોડાયેલા હોઈ શકે છે અને એકબીજાની વાતો સજ્જડ કાપતા જોવા મળ્યા. એ જોઈને હું થોડો અસ્વસ્થ્ય થયો અને દુઃખની લાગણી અનુભવી. હું જો આવી નકારાત્મક અને દલીલોથી સભર પોસ્ટ્સ કાયમ જોયા કરું અને નિરાશ અનુભવું તો શુ એ મારું ડિજિટલ ડિપ્રેશન છે? આ અનુભવને કારણે મારા મનમાં અમુક પ્રશ્નો ઉભા થયા જેવા કે….
૧. શા માટે આ લોકો લડાઈ કરે છે?
૨. શું આમ એમનો કોઈ અંગત સ્વાર્થ છે?
૩. શું આ લોકો શાંતિથી વાત ન કરી શકે?
૪. શું મારે પણ એમની આ વાતમાં ભાગ લેવો જોઈએ?
૫. શું હું વિરોધ કરવા માત્રને લીધે ભિન્ન મતવાળા રાજકારણી કે કોઈ વિશેષ પાર્ટીના સભ્યો વિશે ગમે તેવી કોમેન્ટ કરી શકું? વગેરે વગેરે….
૨. શું આમ એમનો કોઈ અંગત સ્વાર્થ છે?
૩. શું આ લોકો શાંતિથી વાત ન કરી શકે?
૪. શું મારે પણ એમની આ વાતમાં ભાગ લેવો જોઈએ?
૫. શું હું વિરોધ કરવા માત્રને લીધે ભિન્ન મતવાળા રાજકારણી કે કોઈ વિશેષ પાર્ટીના સભ્યો વિશે ગમે તેવી કોમેન્ટ કરી શકું? વગેરે વગેરે….
ફક્ત ફેસબુક પર જવાથી જ મારા વિચારો સામાન્યમાંથી અસામાન્ય થઇ જાય, મને કોઈક દુશ્મન લાગવા માંડે અને આ વર્ચ્યુઅલ વિશ્વને બદલે ખરેખર હું તેમને શત્રુ તરીકે જોતો થઈ જઉં, હું રાજકારણમાં પ્રવેશવાની વાત કરવા લાગુ તો એ મારે માટે ખરેખર ડિજિટલ ડિપ્રેશન જ છે.
ડિજિટલ ડિપ્રેસન સામે લડવાની આ ૧૦ ટિપ્સ તમારે યાદ રાખવાની જરૂર છે.
થોડા સમય પહેલા મેં અમુક અનિશ્ચિત લક્ષણો વિકસાવ્યા હતા. આવા લક્ષણો વધુ પડતા ઈન્ટરનેટના ઉપયોગને કારણે હતા. લક્ષણો નીચે મુજબના હતા.
હળવી ચિંતા
અસ્વસ્થ્યતા
ચીડિયાપણું
નિરાશા
એકલતા વગેરે…
અસ્વસ્થ્યતા
ચીડિયાપણું
નિરાશા
એકલતા વગેરે…
આમ જોઈએ તો આ લક્ષણો બહુ ગંભીર ન હતા. કારણ કે સમય જતા મેં એમના પર કાબૂ મેળવી લીધો હતો. મને થયું કે આવા લક્ષણો આવવા પાછળના કારણો જાણવા પડશે. તે માટે મેં મારા મગજને થોડું ભૂતકાળમાં ધકેલ્યું. ભૂતકાળમાં ડોકિયું કર્યું તો ખબર પડી કે આવા લક્ષણો આવવા પાછળ કોઈ એક નહિ પણ અનેક કારણો હતા જેમ કે…
અસંતોષ જન્માવતી ફેસબુક એક્ટિવિટી
ટ્વિટર પર ઓછા ફોલોવર્સ, ભાગ્યે જ કોઈ લાઈક્સ કે રીટ્વિટ
મારા આર્ટિકલ પરના ઓછા વ્યૂઝ
સોશિયલ મીડિયા પર સમાચાર ચેનલોના વિડિયો / સમાચારપત્રની સતત નકારાત્મક હેડલાઈન
ઇન્સ્ટાગ્રામ પરના મારા ઓછા લાઇક્સ વિગેરે….
ટ્વિટર પર ઓછા ફોલોવર્સ, ભાગ્યે જ કોઈ લાઈક્સ કે રીટ્વિટ
મારા આર્ટિકલ પરના ઓછા વ્યૂઝ
સોશિયલ મીડિયા પર સમાચાર ચેનલોના વિડિયો / સમાચારપત્રની સતત નકારાત્મક હેડલાઈન
ઇન્સ્ટાગ્રામ પરના મારા ઓછા લાઇક્સ વિગેરે….
ફરીથી હું વર્તમાન તરફ આગળ વધ્યો. વર્તમાનમાં ખુશ જ છું પણ એની શુ ગેરંટી કે ભવિષ્યમાં ફરીથી કોઈ અનિશ્ચિત લક્ષણો ઉદ્ભવશે નહિ. ફરીથી આવા લક્ષણ ન ઉદ્ભવે એટલા માટે હું સજ્જ થઇ ગયો છું. અહીં હું તમને ૧૦ ટિપ્સ આપી રહ્યો છું જે તમને ઈન્ટરનેટ એડિક્શન એટલે કે ઈન્ટરનેટના બંધાણી થતાં અને ડિપ્રેશનથી એટલે કે ખિન્નતા અથવા ઉદાસીનતાથી બચાવશે.
ડિજિટલ ડિપ્રેશન સામે લડવાની ૧૦ ટિપ્સ મારા હિસાબે આ રહી…
૧. ઑફલાઇન થઇ જાઓ
મનોરંજન અને ગૉસિપની વેબસાઈટની આજુબાજુ ફરવાનું બંધ કરો. ફેસબુક બંધ કરો. ટવીટર બંધ કરો. ઇન્સ્ટાગ્રામને થોડો આરામ આપો. સોશ્યિલ મીડિયા અને ઈન્ટરનેટ સમય ખાઈ જતા મુખ્ય રાક્ષસો છે જે તમને કોમ્પ્યુટર અને મોબાઈલ સાથે ચોંટેલા રાખે છે.
જો તમારી પાસે ઑફલાઇન રહેવા માટે સ્વયંનિયંત્રણ ન હોય તો તમારું ઈન્ટરનેટ બંધ કરી દો. તમારા સ્માર્ટફોનને સ્વિચઑફ કરી દો અને તમારા સિમકાર્ડને કોઈ સાદા મોબાઈલમાં ગોઠવી દો. જો તમારાથી એ ન થઇ શકતું હોય તો તમારા નજીકના મિત્ર અથવા સગાસંબંધીની મદદ લો.
૨. વાસ્તવિક બનો
ઘણીવાર એવી સ્થિતિ આવે છે કે તમે તમારા મિત્રની ફેસબુક પોસ્ટ જોઈને નિરાશાનો અનુભવ કરો. આવા સમયમાં તમે તમારી વત્સાવિકતા ગુમાવશો નહિ. ઉદાહરણ તરીકે તમારા કોઈ મિત્રની પોસ્ટ પર વધારે લાઇક્સ કે કમેન્ટ્સ જોવા મળે તો નિરાશા અનુભવવાની જરૂર નથી. કારણ કે વાસ્તવિક જીવન ફેસબૂકના જીવન કરતા તદ્દન અલગ છે. કોઈ પણ પોસ્ટ પર વધારે લાઇક્સ કે કમેન્ટ્સ જોઈને નિરાશ થશો નહિ.
૩. ઉભા થઇ જાઓ
જો તમારું કામ કોમ્પ્યુટર સાથે સંકળાયેલું છે તો એ કામ સતત કલાકો સુધી ન કરશો. દર એક કલાકે કે એથી ઓછા સમયમાં કામ કરતા કરતા ઉભા થઇ જાઓ. દર એક કલાકે ઉભા થઇ નીચે મુજબની ક્રિયા કરો.
બહાર ૫ મિનિટ એક આંટો મારી આવો.
એક ગ્લાસ પાણી પી લો.
બે ત્રણ મિનિટ કોઈ સાથે વાત કરી લો.
પાંચેક મિનિટ હળવી કસરત કરી લો.
એક ગ્લાસ પાણી પી લો.
બે ત્રણ મિનિટ કોઈ સાથે વાત કરી લો.
પાંચેક મિનિટ હળવી કસરત કરી લો.
૪. વ્યાયામ કરો
વ્યાયામ તમારા દિવસની સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ. વધારે પડતો ઈન્ટરનેટનો ઉપયોગ તમારી પેટ અને પેન્ટ સાઈઝ વધારે છે અને સામે પક્ષે તમારી સામાજિક વ્યસ્તતા ઓછી કરે છે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના વધારે પડતા વપરાશથી તમારું જીવન બેઠાડુ થઇ શકે છે. જેને લીધે નીચે મુજબની મેડિકલ પરિસ્થિતિ નિર્માણ પામી શકે છે.
હૃદયરોગ
મેદસ્વીપણું
ડાયાબિટીસ
બ્લડપ્રેશર
સાંધાનો દુઃખાવો
હાડકા સંબંધી રોગો વગેરે.
મેદસ્વીપણું
ડાયાબિટીસ
બ્લડપ્રેશર
સાંધાનો દુઃખાવો
હાડકા સંબંધી રોગો વગેરે.
નિયમિત વ્યાયામ કરવાથી ઉપર મુજબની મેડિકલ તકલીફોનો સમય રહેતા સામનો કરી શકાય છે. જે વ્યક્તિને ફરજીયાત બેઠાડુ કામ કરવાનું છે તેમના માટે વ્યાયામ જરૂરી બની રહે છે.
૫. સામાજિક બનો
સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના વધારે પડતા ઉપયોગથી હતાશા આવી શકે છે. સમય જતા ચીડિયાપણું અને અસ્વસ્થ્યતા પણ થઇ શકે છે. જો તમે ડિજિટલ ડિપ્રેશનના શિકાર છો તો તમારે થોડું સામાજિક બનવાની જરૂર છે. માણસો સાથે સંપર્ક અને વાતચીતથી તમારું ડિપ્રેશન દૂર થઇ શકે છે. ફેસબુક પરના મિત્ર અને વાસ્તવિક મિત્ર વચ્ચે બહુ જ અંતર હોય છે. ડિપ્રેશનમાંથી દૂર આવવા માટે વાસ્તવિક મિત્ર જેવી મદદ કરી શકે એવી મદદ ફેસબુક મિત્ર ન કરી શકે. સોશિયલ મેડિયાની માયાજાળમાંથી બહાર આવી મિત્ર, કુટુંબ અને સમાજને સમય આપવો એ સાચું જીવન છે.
૬. તમારી બાજુઓ ખોલો અને ઓમ્ બોલો.
અહીં ઓમ્ બોલવાનો મતલબ છે મેડિટેશન. મેડિટેશન ડિપ્રેશન દૂર કરવાનો રામબાણ ઈલાજ છે. આખા દિવસનું થાકેલું મગજ ફક્ત ૧૦ મિનિટના મેડિટેશનથી એકદમ તરોતાજા થઇ જાય છે. આજના યુગમાં આધ્યાત્મિક થવું પણ જરૂરી છે.
૭. કંઈક અલગ કરવું
મોટાભાગના લોકો હંમેશા દૈનિક ક્રિયાઓને જ અનુસરતા હોય છે. જો તમે આંતરિક જીવન જીવી રહ્યા છો તો તમને કંઈક અલગ કે નવું કરવું નહિ ગમે. જો તમે સામાજિક જીવન જીવી રહ્યા છો તો તમે કંઈક અલગ કાર્ય વિના નહિ રહી શકો. હું એમ નથી કહેતો કે તમે રોજ ને રોજ કંઈક નવું કરો પરંતુ ક્યારેક તો કંઈક નવું કરી જ શકાય. કંઈક અલગ અને નવું કરવાથી તમને મનની શાંતિ મળે છે જે તમારું ડિપ્રેશન દૂર કરી શકે છે. જે તમારે કરવું હતું, જે તમારો શોખ હતો પણ સમયને અભાવે તમે નથી કરી શક્યા એવા કામ કરવાનું શરૂ કરો. એને માટે ચોક્કસ સમય ફાળવો અને એને શિસ્તબદ્ધ રીતે અનુસરો.
૮. પોતાને પોષવું
ઈન્ટરનેટના અમુક વ્યસનીઓ પોતાનો ખોરાકનો સમય પણ ઈન્ટરનેટને આપી દે છે. મોટાભાગના લોકો જયારે જમવા બેસે છે ત્યારે મોબાઈલ અને ટી.વી બંને ચાલુ હોય છે. કોઈપણ યાંત્રિક ઉપકરણ સાથે રાખીને જમવાથી પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી. બે કોળિયા વચ્ચેનો જે નિશ્ચિત સમય છે તે જળવાતો નથી. એવા ઘણાબધા લોકો છે જે ઈન્ટરેન્ટને કારણે જમવાનું પણ ભૂલી જાય છે. ઈન્ટરનેટના વ્યસની લોકોને મારી એક જ સલાહ છે કે તેઓ ઈન્ટરનેટને લીધે પોતાને કુપોષણમાં ધકેલવાનું બંધ કરે.
૯. યાંત્રિક ઉપકરણને શાંતિ આપો
જયારે તમારું દિવસનું કામકાજ પૂર્ણ થઇ જાય છે ત્યારે તમારા યાંત્રિક ઉપકરણોને શાંતિ આપો. વધેલો સમય તમારા કુટુંબ અને મિત્રો સાથે વિતાવો. આમ કરવાથી આખા દિવસનો થાક પળભરમાં ઉતરી જાય છે.
૧૦. વહેલા સૂઓ અને વહેલા ઉઠો
સ્માર્ટફોનના આવિષ્કાર પહેલા લોકો વહેલા સુઈ જતા હતા. સ્માર્ટફોન આવ્યા બાદ લોકોનો ઊંઘવાનો સમયગાળો ઓછો થતો જણાય છે. પહેલા લોકો રાત્રે ૧૦ વાગ્યા સુઈ જતા અને સવારે ૬ વાગ્યે ઉઠી જતા. હવે સ્માર્ટફોન લોકોને સૂવા જ નથી દેતો તો પછી વહેલા ઉઠવાનો સવાલ જ પેદા નથી થતો. જો ફરિજયાત વહેલા ઉઠવાનું થયું તો ઊંઘ પૂરી ન થવાને કારણે તમારો આખો દિવસ બગાડી શકે છે. મારી એક સલાહ છે કે સૂવાના સમયે તમારા મોબાઈલ ફોનને પણ સૂવડાવી દો.
મારી ફરજ હતી તમારી સામે ડિજિટલ ડિપ્રેશન સામે લાડવા માટેની આ સરળ પણ ઉપયોગી ટિપ્સ હાજર કરવાની જે મેં પૂરી કરી છે. હવે તમારી ફરજ છે કે આ ટિપ્સને અનુસરો અને બીજા આવા ઈન્ટરનેટના વ્યસનીઓ સાથે પણ વહેંચો.
આભાર.
Comments
Post a Comment