Math મારો પ્રિય વિષય છે….


Math મારો પ્રિય વિષય છે….
મને હજી પણ trigonometry કે geometry નથી સમજાતું …છતાં પણ math મારો પ્રિય વિષય છે…
હું દરેક પરીક્ષા માં પાસિંગ માર્ક્સ લાવું છું ….. છતાં પણ math મારો પ્રિય વિષય છે…
મને દરરોજ math ના ટીચર વઢે છે …છતાં પણ math મારો પ્રિય વિષય છે…
કારણ કે મને ગમતું math એ આંકડાઓ નું નહિ પણ જીવન નું ગણિત છે..
‘સત્ય ના પ્રયોગો’ માં ગાંધીજી એ જયારે લખ્યું કે એમને એક વખત ચોરી કરી હતી તો એને પ્રામાણિકતા કહેવાય, આ જાણી મેં સ્કૂલ ની exam માં ચોરી કરેલી એ કબુલ્યું તો મને punishment મળી…..આનો અર્થ એ કે ક્યારેક સત્ય બોલવું = પ્રામાણિકતા તો ક્યારેક સત્ય બોલવું = પોતાનો સત્યાનાશ ….અહીં જિંદગી નું ગણિત મને સમજાવી ગયું કે ક્યાં, ક્યારે અને કેટલું સત્ય બોલવું!….એટલે જીવન નું ગણિત એ મારો પ્રિય વિષય છે..
સ્કૂલ ના math માં 1 minute = 60 seconds જ થાય….પણ હું જયારે પપ્પા ની રાહ જોતી હોઉં ત્યારે કે મારા ફેસબુક ના સ્ટેટ્સ પર કોઈ ખાસ કોમેન્ટ ની રાહ જોતી હોઉં ત્યારે મારી એક એક minute માં 120 કરતાંયે વધારે seconds હોય છે…અહીં જિંદગી નું ગણિત મને સમજાવી ગયું કે દરેક ક્ષણ ને પોતાની ગતિ હોય છે!…એટલે જીવન નું ગણિત એ મારો પ્રિય વિષય છે..
સ્કૂલ નું math  શીખવે છે કે પરિણામ માં કંઈક મળે તો પ્રોફિટ થયો કહેવાય  પણ મારી મમ્મી અમને બધું આપ્યા જ કરે છે, કઈ મેળવતી નથી તોયે પ્રોફિટ થયો હોય એટલી ખુશ હોય છે…અહીં જિંદગી નું ગણિત મને સમજાવી ગયું કે મમ્મી વ્હાલ વહેંચે છે વેંચતી નથી!….એટલે જીવન નું ગણિત મારો પ્રિય વિષય છે….
અસલી જિંદગી માં માણસ ની ઊંચાઈ સે.મી. થી નહિ એની સફળતા થી મપાય છે!
અસલી જિંદગી માં ઘર કેટલું મોટું છે એ સ્કવે.ફી. માં નહિ એમાં રહેતા માણસ ના મન ની મોટાઈ થી મપાય છે!
અસલી જિંદગી માં સમય ઘડિયાળ નહિ પણ સંજોગો નક્કી કરે છે!
સ્નેહ, પ્રેમ, મમતા કે મિત્રતા માપવાના માપદંડ કે યુનિટ સ્કૂલ ના math માં નથી હોતા પણ અસલી જિંદગી માં લાગણી નામ નું મોટું યુનિટ હોય છે જેના થી આખું વિશ્વ ચાલે છે
મેં કેટલાયે એવા ઓછું ભણેલા કે અભણ જોયા છે જે જિંદગી ની પરીક્ષા માં સડસડાટ પાસ થઇ જાય છે કારણ જિંદગી નું આ ગણિત એમને પાક્કું આવડતું હોય છે …
અને એટલે જ જીવન નું આ ગણિત મારો પ્રિય વિષય છે..

Comments

Popular posts from this blog

જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહિયે… જંગ અગર અપનોં સે હો, તો હાર જાના ચાહિયે!