Posts

ડિજિટલ ડિપ્રેશન

Image
ડિજિટલ ડિપ્રેશન શું આ મારું ડિજિટલ ડિપ્રેશન છે? ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ વ્યક્તિને ડિપ્રેસન તરફ દોરી જાય છે. શું લોકો ઈન્ટરનેટને લીધે ડિપ્રેસ થયા છે. સંશોધકોએ આવી રીતે ડિપ્રેસ થયેલા લોકોનો એક અલગ વર્ગ શોધી કાઢ્યો છે જેને સામાન્ય રીતે “ઈન્ટરનેટ એડિક્ટર્સ” કહે છે. જે લોકો કામમાં વ્યસ્ત છે અને ઈન્ટરનેટનું વ્યસન ધરાવે છે તેમના માટે ઈન્ટરનેટ પર વીતાવવામાં આવતા સમયને અંકુશમાં લાવવો ખૂબ જ મુશ્કેલ બને છે. તેઓએ ઈન્ટરનેટ પર પસાર કરેલ સમય તેમના રોજિંદા જીવન પર, સામાજિક જીવન પર ખરાબ અસર કરે છે. ઈન્ટરનેટ વાપરતા વ્યક્તિઓને બે જૂથમાં વહેંચી શકાય છે. ૧. સામાન્ય લોકો (જે જરૂરિયાત મુજબનો સમય ઈન્ટરનેટ પર વીતાવે છે. જેને ‘કેઝ્યુઅલ ઈન્ટરનેટ યુઝર્સ’ અથવા ઈન્ટરનેટના સામાન્ય વપરાશકારો પણ કહેવાય છે.) ૨. ઈન્ટરનેટના વ્યસની લોકો (જે જરૂરિયાત કરતા વધારે સમય ઈન્ટરનેટ પર વિતાવે છે.) જે લોકો ઈન્ટરનેટ વ્યસની છે તેઓ સામાન્ય ઈન્ટરનેટ ઉપયોગકર્તા કરતાં વધારે સમય ઓનલાઈન વીતાવતા હોવાથી સામાન્ય લોકોથી ક્યાંય વધુ, તીવ્ર ડિપ્રેશન ધરાવે છે. ઈન્ટરનેટના વ્યસની લોકો સામાન્ય રીતે નીચે મુજબ પોતાનો...

દ્રષ્ટિ નહીં હોય તો ચાલી જશે પણ દ્રષ્ટિકોણ સાચો રાખો તો જીવન મધુવન બની જશે

Image
દ્રષ્ટિ નહીં હોય તો ચાલી જશે પણ દ્રષ્ટિકોણ સાચો રાખો તો જીવન મધુવન બની જશે મંદિરમાં મંગળાની આરતી હમણાં જ પૂરી થઈ હતી. નવા દિવસનું સુંદર મજાનું પ્રભાત ઉઘડ્યું હતું. નવી સ્ફૂર્તિ અને જોમથી સૌ પ્રફુલ્લિત જણાતા હતા દર્શનાર્થીઓની ભીડ મંદિરમાં હતી. આવા સમયે... એક સુરદાસ મંદિરમાં પ્રવેશે છે ભક્તિભાવથી લીન મુદ્રામાં એના રોજના ખૂણે પ્રભુની મુર્તિ સામે હાથ જોડી ભાવ સમાધિમાં ઉતરી જાય છે. એના માટે આ રોજની ક્રિયા છે. એક દિવસ કોઈક ટીખળીએ એને પુછ્યું- “સુરદાસજી ! આપ ભગવાન સામે આ રીતે હાથ જોડી ઊભા રહો છો તે શું તમને ભગવાન દેખાય છે?” પેલા ભક્ત સુરદાસે મોં પર જરા પણ અણગમો લાવ્યા વગર અત્યંત સાહજીકતાથી સ્મિત સાથે આ ભાઈને જવાબ આપ્યો- “ભાઈ ! કર્મ સંયોગે હું જોઈ શકતો નથી. એ મારી કમનસીબી છે. પણ એથી શું ફરક પડે છે? મારો ભગવાન તો મને જુએ જ છે ને. હું તો એના દરબારમાં હાજરી પુરાવવા આવું છું. મારો વહાલો મને જુએ એટલો ભયો ભયો મારે મન હું ભગવાનને જોઉ એના કરતા ભગવાન મને જુએ એ વિશેષ અગત્યનું છે અને એટલે જ મંદિરના આ નિશ્ચિત ખૂણામાં મને અસીમ શાંતિ મળે છે. હું આનંદિત બનીને ભાવવિભોર ...

આપણું રસોડું જ આપણી દવાની દુકાન છે !

Image
આપણું રસોડું જ આપણી દવાની દુકાન છે ! આપણે જાતે જ આપણા શરીરને અને ગૃહિણીઓ ઘરના બધાના શરીરને રોગોનું ઘર બનાવીએ છીએ અને પછી દોડીએ છીએ ડૉક્ટર કે વૈદ પાસે. આયુર્વેદની ઔષધિઓ કુદરતી છે અને ભગવાને આપણને મફતના ભાવમાં ઉપલબ્ધ કરાવી છે. પશ્ચિમના દેશોની યુનિવર્સિટી કે વૈજ્ઞાનિકો કહે એટલે આપણે ભારતીયો આંધળી દોટ મૂકીએ છીએ પણ આપણાં શાસ્ત્રમાં જે અનુભવયુક્ત અને હજારો વર્ષથી અનુભવાયું છે તેમ કરતા આપણે નાનપ અનુભવીએ છીએ. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ કહ્યું એટલે સસલાનું દૂધ રોગ પ્રતિકારક શક્તિ માટે વાપરવા લાગશે. પરંતુ આપણા શાસ્ત્રનો સહારો લઈએ તો આપણે આવા કોઈ સંશોધન તરફ આંધળી દોટ મૂકવી પડે તેવી સ્થિતિ છે જ નહીં. આઘુનિક સમયમાં કોઈપણ વસ્તુ કે વનસ્પતિના ગુણધર્મો ચકાશી શકાય છે. બસ આ એક માત્ર સહારો લઈએ તો આયુર્વેદને આઘુનિક પરિપેક્ષમાં અપનાવી શકાય. પરંપરાગત જ્ઞાન પ્રમાણે જમતા પહેલા ૩૦ મિનિટ પાણી ન પીવાય અને જમ્યા પછી પણ ૩૦ મિનિટ પાણી ન પીવું જોઈએ. જમ્યા પછી જેટલી છાશ પીવી હોય તેટલી પી શકાય. પરંતુ આપણે આવું કરતા નથી. જોકે હવે છાશની ગોળીઓ આવવા લાગી છે એટલે આપણે મોજથી ખાઈએ છીએ. ત્યારે એમ કહેવું જોઈએ કે આપણા વ...

Math મારો પ્રિય વિષય છે….

Math મારો પ્રિય વિષય છે…. મને હજી પણ trigonometry કે geometry નથી સમજાતું …છતાં પણ math મારો પ્રિય વિષય છે… હું દરેક પરીક્ષા માં પાસિંગ માર્ક્સ લાવું છું ….. છતાં પણ math મારો પ્રિય વિષય છે… મને દરરોજ math ના ટીચર વઢે છે …છતાં પણ math મારો પ્રિય વિષય છે… કારણ કે મને ગમતું math એ આંકડાઓ નું નહિ પણ જીવન નું ગણિત છે.. ‘સત્ય ના પ્રયોગો’ માં ગાંધીજી એ જયારે લખ્યું કે એમને એક વખત ચોરી કરી હતી તો એને પ્રામાણિકતા કહેવાય, આ જાણી મેં સ્કૂલ ની exam માં ચોરી કરેલી એ કબુલ્યું તો મને punishment મળી…..આનો અર્થ એ કે ક્યારેક સત્ય બોલવું = પ્રામાણિકતા તો ક્યારેક સત્ય બોલવું = પોતાનો સત્યાનાશ ….અહીં જિંદગી નું ગણિત મને સમજાવી ગયું કે ક્યાં, ક્યારે અને કેટલું સત્ય બોલવું!….એટલે જીવન નું ગણિત એ મારો પ્રિય વિષય છે.. સ્કૂલ ના math માં 1 minute = 60 seconds જ થાય….પણ હું જયારે પપ્પા ની રાહ જોતી હોઉં ત્યારે કે મારા ફેસબુક ના સ્ટેટ્સ પર કોઈ ખાસ કોમેન્ટ ની રાહ જોતી હોઉં ત્યારે મારી એક એક minute માં 120 કરતાંયે વધારે seconds હોય છે…અહીં જિંદગી નું ગણિત મને સમજાવી ગયું કે દરેક ક્ષણ ને પોતાની ગતિ હોય...

શિયાળાની સવાર પથારીની બહાર?

શિયાળાની સવાર પથારીની બહાર? શિયાળે શીતળ વા વાય વહેલી સવારે કેમ ઉઠાય? આપણાં પ્રિય કવિ દલપતરામની કવિતાને શિયાળાની વહેલી સવારે ગાઓ તો આપણા મોંમાંથી આવું કૈંક નીકળી જાય. હંમેશાં દરેક સિક્કાની બે બાજુઓ હોય એમ શિયાળો ગમવા ન ગમવા, શિયાળામાં વહેલા ઊઠવા ના ઊઠવા તથા વહેલા ઊઠીને કસરત કરવા ન કરવા બાબતે પણ બે સાવ અલગ અલગ મત પ્રવર્તી શકે. એક વર્ગ માને કે આ બધું કરવું જોઈએ તો બીજો વર્ગ આના સિવાય બીજું બધું કરવું જોઈએ એમ માનવાવાળો હોય. શિયાળાની ઠંડી વહેલી સવારે ઊઠી શકે અને કસરત ન કરી શકે એમની દલીલો સાવ નકારી ન શકાય. એમના મતે વડીલો ભલે કહેતા ગયા કે શિયાળો આખા વર્ષની ઊર્જા ભેગી કરી લેવાની ઋતુ કહેવાય, પણ આપણે કૈં ઊંટ છીએ તે આખા વર્ષનું ભેગું કરી રાખીએ?! એવી સંગ્રહવૃત્તિ શું કામની? શિયાળાની સવારમાં સૂરજદાદા પણ વાદળાની રજાઈમાંથી વહેલા બહાર નીકળવાનું પ્રીફર ન કરે એવામાં ‘અંધેરી રાતોમેં સૂનસાન રાહોં પર’ના શહેનશાહની જેમ ચાલવા નીકળી પડતા લોકો ચાલીને કે દોડીને ઘેર પાછા ફરે એ વખતે આછું આછું અજવાળું થવાનું શરૂ થયું હોય. આ દોડવીરો છાપાં નાંખવા આવતા ફેરિયાઓ કરતા પણ વહેલા દોડી આવે. શિયાળાની વહેલી સવારે ચ...

આજની યંગ જનરેશન

આજની યંગ જનરેશન  ગમે છે આજની યંગ જનરેશન ! હા, જે ખરેખર વયની સાથેસાથે વિચારોથી પણ યંગ છે એવી જનરેશન. જેને તમે અવગણી ન શકો, જેને તમે એકવાર ટોક્યા પછીય વારંવાર ટોક્યા વગર ન રહી શકો એવી જનરેશન. જેના કપડાં અને ખાવાપીવાની રીતભાતથી માંડીને હેરસ્ટાઇલ સુધી સઘળું નોટિસ કર્યા વગર ન રહી શકો, ને છતાંય દર બીજા-ત્રીજા દિવસે હેરસ્ટાઇલને બદલીને કશીક નવી છટામાં ફરવા માંગતી જનરેશન. જે તમને નથી ગમતું કે ઓછું ગમે છે, એ બધું જ એને ‘પરફેક્ટ’ લાગે છે. ને જે તમારા માટે પરફેક્ટ છે એ બધું એના માટે ‘જુનવાણી’ છે કાં તો ‘નાપસંદ’ ! આ એવું યંગ બ્લડ છે, જેના પર કાળા ડાઘા ન પડે એની ચિંતા સતત તમને કોરી ખાતી હોય અને એ પોતે તો વધુને વધુ રંગીન થવાની તાલાવેલી સાથે જીવવા ઇચ્છતું હોય, મથતું હોય, કશુંક નવું કરવા સતત તરવરતું હોય. ને એ યંગ જનરેશનને તરવરતી જોઈ કોણ જાણે ક્યાંથી તમારામાં એવો તડફડાટ પેસી જાય કે તમે એની સામે એના તરવરાટને છેક પાણીમાં તળિયે બેસી જવાની વાતો આદરી દો. જ્યારે આવું થાય ત્યારે બંને પેઢી વચ્ચે એક થર જામી જાય. એક એવો પારદર્શક થર જેને તમે જોઈ જ ન શકો પણ એ ચોક્કસ અનુભવી જાય. ફેશન અને પેશનના ફંડામાં...

જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહિયે… જંગ અગર અપનોં સે હો, તો હાર જાના ચાહિયે!

Image
જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહિયે… જંગ અગર અપનોં સે હો, તો હાર જાના ચાહિયે! 15 નવેમ્બર રિશ્તાના રસ્તા પરની દીવાલ વ્હાલથી તૂટે છે, સંબંધ જાળવવો હોય તો કશું છોડતા શીખવું પડે ! ———————————————————————————————————————- નવા વિક્રમ સંવતના પહેલા લેખનું ઓપનિંગ ‘સ્પીકિંગ ટ્રી’ કિતાબના એક હૃદયસ્પર્શી કિસ્સાથી કરીએ : વાત જરા જૂની છે. થોડા વર્ષો પહેલાની. એક મિત્રનો પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસે જવાનું થયું. એ દિવસોમાં ઈન્ટરનેટ પર ફોર્મ ભરાતું નહોતું. આવી ઓફિસોમાં દલાલોની બોલબાલા રહેતી. ઉપરના પૈસા લઈને દલાલો ફોર્મ વેંચવાથી જમા કરવાના કામ ‘જુગાડ’ કરીને કરતા. મિત્રને આવા ટાઉટ્સની ટ્રીકબાજીમાં ફસાવું નહોતું. અમે પાસપોર્ટ ઓફિસે પહોંચ્યા. લાઈનમાં લાંબો સમય ઉભીને ફોર્મ લીધું. ચોકસાઈથી એ ફોર્મ ભર્યું. એમાં કલાકો નીકળી ગયા. હજુ તો એની સાથે ફી જમા કરવાની હતી. અમે લાઈનમાં એ માટે ય ઉભા રહ્યા, પણ જેવો અમારો વારો આવ્યો, ત્યાં જ બેઠેલા સરકારી બાબુએ બારી બંધ કરીને કહ્યું કે “સમય પૂરો. હવે કાલે આવજો.” અમે વિનંતી કરી, કહ્યું કે ‘બહારથી આવીએ છીએ. આખો દિવસ આજનો ખર્ચાઈ ગયો છે. ખાલી ફી ...